Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ વિદ્યાર્થીઓ ન કરે તેના માટે વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા

પતંગ અને દોરી નો પર્વ એટલે કે ઉતરાયણ નો પર્વ.ઉતરાયણના પર્વમાં લોકો એકબીજાનો પતંગ કાપીને મજા કરતા હોય છે.ત્યારે બીજી બાજુ પતંગની સાથે વાપરવામાં આવતી દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. તેમજ ઘણા લોકો કે જેમને પણ હાની પહોંચે છે. તેમાં પણ ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરી નો વિરોધ હોવા છતાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરે છે. ત્યારે ચાઈનીઝ દોરી થી ઘણું નુકસાન પહોંચતું હોય છે.ઉતરાયણ ના પર્વમાં વિદ્યાર્થી
ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ વિદ્યાર્થીઓ ન કરે તેના માટે વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા
પતંગ અને દોરી નો પર્વ એટલે કે ઉતરાયણ નો પર્વ.ઉતરાયણના પર્વમાં લોકો એકબીજાનો પતંગ કાપીને મજા કરતા હોય છે.ત્યારે બીજી બાજુ પતંગની સાથે વાપરવામાં આવતી દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. તેમજ ઘણા લોકો કે જેમને પણ હાની પહોંચે છે. તેમાં પણ ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરી નો વિરોધ હોવા છતાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરે છે. ત્યારે ચાઈનીઝ દોરી થી ઘણું નુકસાન પહોંચતું હોય છે.
ઉતરાયણ ના પર્વમાં વિદ્યાર્થીઓ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલનો ઉપયોગ ન કરે તેના માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. જી હા અમદાવાદના ડી ઈ ઓ આર એમ ચૌધરી દ્વારા અલગ અલગ સ્કૂલોને પરિપત્ર લખવામાં આવ્યો, અને જે મુજબ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઉત્તરાયણના પર્વમાં ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવો જોઈએ. તેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.ચાઈનીઝ દોરી નો ઉપયોગ જેમ માનવ જીવન માટે પણ ઘાતક છે. સાથે સાથે પક્ષીઓને પણ ચાઈનીઝ દોરી થી હાની પહોંચે છે. આવા સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે કે જે વેપારીઓ ચાઈનીઝ દોરી નો વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુકલ કે જે લોકોના જનજીવન તેમજ પશુ પક્ષીઓના જીવન માટે પણ હાનિકારક છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. 
આજરોજ નવા વાડજ ખાતેની નિર્માણ સ્કૂલ ખાતે DEOની હાજરીમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તમામે પ્રતિજ્ઞા લીધી કે ઉત્તરાયણ ના પર્વની ઉજવણી તો કરીશું પરંતુ તેમાં ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ નો ઉપયોગ નહીં કરીએ.વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે ડીઇઓ દ્વારા આ અદભુત કામગીરી કરવામાં આવી છે. આ વખતે ઉતરાયણના પર્વ પહેલા પોલીસ દ્વારા પણ અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી નો જથ્થો પ્રાપ્ત પણ થયો છે. જે વેપારીઓ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ઝડપાયા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.